ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે ૪/૪

ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે ;
ધન્ય ધન્ય એ નારી વ્રજનીરે, ગિરિધરને મનમાંહી ગમે.
ધન્ય ધન્ય જમુનાનો આરોરે, ધન્યધન્ય વન કેરી વેલી ;
ધન્ય ખેલે નંદ દુલારો રે, લઇ સંગ રાધા અલબેલી.
ભૂધર સંગ સુખમાં ભીંજીરે, પૂરણ અતિ વર પામીને.
રસબસ થઇ રંગમાં રીઝીરે ; ચાલી ઘર શિર નામીને.
એ કાન કુંવરની ક્રીડા રે, ગરવ તજી પ્રેમે ગાશે ;
બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે, અંતર નિષ્કામી થાશે.

મૂળ પદ

આજ શરદ પૂનમનો ચંદો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી