કાજુ આસો વદની કાન, ચૌદશ સારી રે ૧/૪

કાજુ આસો વદની કાન, ચૌદશ સારી રે ; 
તમે નહાઓને મારા નાથ, જાઉં બલિહારી રે. 	ચૌ. ૧
જળ જમુનાનાં આણિયાં રે, ચોળો તેલ ફુલેલ રે ; 
બેસો બાજઠ ઉપરે, તમે રસિયાજી રંગ રેલ રે. 	ચૌ. ર
હરિવર મુખડું હેરવા રે, મિલી આવી વ્રજ નાર રે ; 
શ્યામ મનોહર શ્યામળા, સજો નવલ પિયા શણગારે.ચૌ. ૩
ઈંદ્રાદિક સુર આવિયા રે, દર્શન કરવા કાજ રે ; 
બ્રહ્માનંદના વહાલમા રૂડો, ઉત્સવનો દિન આજ રે.ચૌ. ૪

મૂળ પદ

કાજુ આસો વદની કાન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી