આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે ૨/૪

 આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે ;             

વાડે ગાયુને વ્રજરાજ, ચાલો વેહેલા રે.           સું. ૧
હળદર તેલ ને હરમજી રે, ઘોળી કીધી તયાર રે ;        
ધેનુ કેરા શિંગડા કાજુ, રંગીએ નંદકુમાર રે.                 સું. ર
હેતે સામું હેરતા રે, છોગાં મેલો શ્યામ રે ;               
ઘોળી પીળી ધૂમરી, ગાયું બોલાવો લઇ નામ રે.          સું. ૩
આજ નવો દિન આવિયો રે, અધિક કરો ઉત્સવ રે ;            
બ્રહ્માનંદના વહાલમા, મીઠી મોરલી વજાડો માવ રે.    સું. ૪
 

 

મૂળ પદ

કાજુ આસો વદની કાન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી