સર્વે જય બોલો હનુમંતની, દુઃખ ભંજન રે મોટા હરિદાસ ૧/૪

સર્વે જય બોલો હનુમંતની, દુઃખ ભંજન રે મોટા હરિદાસ. જય. ૧
શૂરવીર ને સંત શિરોમણિ, પ્રીતે ઉભા રે પ્રભુજીને રે પાસ. જય. ર
જેણે સૂરજ પકડયો જન્મતાં, મારી રાહુને રે મનવી જેણે હાર. જય. ૩
કપિ કેસરી કુંવર કોડામણો, એના નાવે રે પરાક્રમ કેરો પાર. જય. ૪
વનમાં આવી મળ્યા રઘુવીરને, કીધો ઉદ્યમ રે સીતા લાવવા કાજ. જય. પ
વાલી માર્યો તે વાતની વાતમાં, દેવરાવ્યું રે સુગ્રીવને રાજ. જય. ૬
ધન્ય ધન્યતે અંજની માતને, સુતજાયો રે સર્વે વિધિ સુજાણ. જય. ૭
બ્રહ્માનંદ કહે એની વાર્તા, નિત્ય ગાવે રે કાંઇ વેદ પુરાણ. જય. ૮

મૂળ પદ

સર્વે જય બોલો હનુમંતની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0