ગાઇએ સુંદર ગુણ કપિરાજના, વાયુનંદ રે બળિયો મહાવીર ૪/૪

ગાઇએ સુંદર ગુણ કપિરાજના, વાયુનંદ રે બળિયો મહાવીર.      સુંદર.૧
નિજ ભકત અયોધ્યા નાથના, ઉર્ઘ્વરેતા રે અંતર મહાધીર.        સુંદર.ર
ક્ષણુમાંહી પ્રજાળી લંકને, કુળ દૈત્યતણું રે કીધું હેરાન.     સુંદર.૩
દીધી વધાઇ શ્રીરામની, દીધું સીતાને રે જીવતર કેરું દાન.         સુંદર.૪
સીતા આજ્ઞાથકી ફળ ખાધલાં, ઉખાડયો રે રાવણ કેરો બાગ.      સુંદર.પ
સુ અક્ષય કુંવર આદિ બહુ અસુરને, મારીનેરે રણમાં કીધો યાગ.   સુંદર.૬
મારી રાવણ લાવ્ય સીતાને, થયો જયમાં રે અતિ જયજયકાર.     સુંદર.૭
બ્રહ્માનંદ કહે હનુમંતને, રીઝી રઘુપતિ રે મળ્યા વારંવાર.  સુંદર.૮ 

મૂળ પદ

સર્વે જય બોલો હનુમંતની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી