વાલીડા તમે મારા વર છો, પ્રભુજી તમે મારું ઘર છો ૧/૧

વાલીડા તમે મારા વર છો,
પ્રભુજી તમે મારું ઘર છો...ટેક
હશે આ જગમાં કોઇ અતિશે રૂપાળું,
તમારું મુખ મારે રૂપાળું સુખાળું,
તમેજ એક મારા હૈયાની અંદર છો...વાલીડા૦ ૧
વસ્તુ વ્યકિત ને સ્થાન હશે લોક પરલોકે,
મારું તો મન સદા તને એક અવલોકે,
તમેજ એક મારે બહાર ને અંદર છો...વાલીડા૦ ૨
સદાયે રહે છે રૂપ સુખ તો તમારુ,
બીજુ સર્વે છે એક ઘડીમાં જનારુ,
‘જ્ઞાન'નું સર્વ એક તમે નિસ્તર છો...વાલીડા૦ ૩

મૂળ પદ

વાલીડા તમે મારા વર છો, પ્રભુજી તમે મારું ઘર છો

મળતા રાગ

દર્શન દેવાને વેલા આવજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી