મુંને મળીયા તે મોહનરાય, સપરમો દહાડો રે ૨/૪

મુંને મળીયા તે મોહનરાય, સપરમો દહાડો રે ;
કરીએ આનંદ ઉત્સવ આજ, રંગ અખાડો રે. સ. ૧
થાળ ભરો ગજ મોતીએ રે, સર્વ લિયો શુભ સાજ રે ;
વેલેરાં જાઇને વધાવીએ, વહાલો રંગભીનો વ્રજરાજ. સ. ર
મંગળ ગાવો માનની રે, અધિક કરો ઉછાવ ;
આપણે કાજે આવિયા ચાલી, નટવર સુંદર નાવ. સ. ૩
તોરણ બાંધો ટોડલે રે, સુભગ સજો શણગાર ;
બ્રહ્માનંદના નાથને જાયે, વારણે વારમ વાર. સ. ૪

મૂળ પદ

સખી હૈડે તે હરખ ન માય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0