રૂડો દિવાળીનો દિવસ કે, મંગળ ગાયે રે ૪/૪

 રૂડો દિવાળીનો દિવસ કે, મંગળ ગાયે રે;
	ચાલો નંદજીને દરબાર, સૌ મળી જાયે રે...મંગળ૦ ૧
કુંવર રંગીલો કહાનજી રે, વાયે છે સુંદર વેણ;
	નિરખી નટવર નાથને આજ, પાવન કરશું નેણ...મંગળ૦ ૨
સૌ મળી કહેશું સુંદરી રે, ભેટયાનો છે ભાવ;
	 જશોદા પાસળે બહેની, માગી લેશું માવ...મંગળ૦ ૩
લઈ મેરાઈયાં લાલજી રે, આવશે આપણે ઘેર;
	બ્રહ્માનંદ કહે ઘી ઘણું માંહી, પૂરશું સારી પેર...મંગળ૦ ૪ 
 

મૂળ પદ

સખી હૈડે તે હરખ ન માય

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0