વહાલા લાગો છો કુંજ વિહારી રે, મુને રટના લાગી છે એક તારી રે ૧/૪

વહાલા લાગો છો કુંજ વિહારી રે, મુને રટના લાગી છે એક તારી રે. ટેક૦
તમને ભજતાં તે કોણ મન વારે રે, હવે ડરુ નહીં જગ કેરે ડારે રે ;
હું તો ભીંજી છું રંગ તમારે રે. કું૦૧
ચાલી કુળ કેરી લાજ વિસારી રે, ઘોળ્યાં શું કરશે સંસારી રે ;
લીધું કરમાં તેં શિર ઉતારી રે. કું૦ર
વહાલા ચરણ તમારાં સેવું રે, તન ધન સર્વે તુચ્છ કરી ટેવું રે ;
કેદી પગલું પાછું નવ દેવું રે. કું૦૩
મારે તમથી છે બહુ સાજી રે, હવે હારું નહીં જીતી બાજી રે ;
બ્રહ્માનંદ તમારી સંગ રાજી રે. કું૦૪

મૂળ પદ

વહાલા લાગો છો કુંજ વિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0