પુરુષોત્તમ પ્રીતમ પ્યારા રે, મનના મેરમ જીવન મારા રે ૨/૪

પુરુષોત્તમ પ્રીતમ પ્યારા રે, મનના મેરમ જીવન મારા રે ; ટેક૦
મેલી કુળની તે રીત નઠારી રે, કહીને દુરીજન થાકયાં હારી રે ;
મારે માથે છે છાંય તમારી રે. પ્રીત૦૧
ખોટા જગનો તે ભય વિસરાયો રે, કરી હેત તમે કર સ્હાયો રે ;
ચડિયો દિન દિન રંગ સવાયો રે. પ્રીત૦ર
દિલડાના ગિરિધર દાણી રે, આવી તમ ચરણે અટકાણી રે ;
કીધું શિર તમ પર કુરબાંણી રે. પ્રીત૦૩
બાંઘ્યું તમ સંગ સમજીને બેલું રે, ખોળે મસ્તક નાખીને ખેલું રે ;
બ્રહ્માનંદના નાથ ન મેલું રે. પ્રીત૦૪

મૂળ પદ

વહાલા લાગો છો કુંજ વિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી