વ્રજજીવન તમને વરિયા રે, છેલા લાડકડા ડોલરિયા રે ૩/૪

વ્રજજીવન તમને વરિયા રે, છેલા લાડકડા ડોલરિયા રે. ટેક૦
તારી નવલ છબિ ઉર ઠેરી રે, મેલી લોક લાજ કુળ કેરી રે ;
કીધો જગ તમ સારુ વેરી રે. તમ૦૧
ઘોળ્યાં દુરીજન જેમ તેમ બોલે રે, તેને જાણું છું તૃણ કેરે* તોલે રે ;
મારું મનડું તે તમ સંગ ડોલે રે. તમ૦ર
મુંને જગમાં તે કહે છે સહુ ભોળી રે, ઝાઝું ડહાપણ ન જાણું ડોળી રે ;
નાખું તન ધન તમ પર ઘોળી રે. તમ૦૩
સૌથી તોડીને તમ સંગ જોડું રે, છોને કહેતાં તે લોક કરોડું રે ;
બ્રહ્માનંદના નાથ ન છોડું રે. તમ૦૪
*તણખલાની જેમ

મૂળ પદ

વહાલા લાગો છો કુંજ વિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી