વહાલો નાગર નટવર વરીએ રે, છેલા લાડકડા ડોલરિયા રે.૪/૪

વહાલો નાગર નટવર વરીએ રે, છેલા લાડકડા ડોલરિયા રે. ટેક
મિથ્યા સુખમાં નવ ભરમાવું રે, હોંશે હોંશે દુઃખી નવ થાવું રે ;
મેલી અમૃત ઝેર ન ખાવું રે. નટ૦૧
આશા તન ધનની પરહરવી રે, દ્રઢ અંતર આંટી ધરવી રે ;
બીજા સામી તે નજર ન કરવી રે. નટ૦ર
થિર મન મતવાલી થઇને રે, દુરીજનને શિર પગ દઇને રે ;
ફરવું મસ્તક કરમાં લઇને રે. નટ૦૩
અવિચળ સુખને અનુસરવા રે, ભવસાગર પાર ઉતરવા રે ;
બ્રહ્માનંદના નાથને વરવા રે. નટ૦૪

મૂળ પદ

વહાલા લાગો છો કુંજ વિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી