સમજીને સાયો રે, કે હરિ તારો છેડો, મનમોહન મેલું રે ૩/૪

સમજીને સાયો રે, કે હરિ તારો છેડો;
			મનમોહન મેલું રે, કે કેમ કરીને કેડો...૧
તમ સાથે બંધાણી રે, કે આવી પ્રીતલડી;
			ભૂધર ભાંગી છે રે, કે ભવની ભીતલડી...૨
પિયર સાસરિયું રે, કે સૌ લાગે ખારું;
			મોહન તમ સાથે રે, કે મન માન્યું મારું...૩
નિશ્ચયની નોબત રે, કે વાલમ વાગી છે;
			તમ સારુ જગની રે, કે લજ્જા ત્યાગી છે...૪
નટવર તમ સંગે રે, કે લાગ્યો છે નેહડો;
			ડોલરિયા ઘોળ્યો રે, કે તમ ઉપર દેહડો...૫
બ્રહ્માનંદના વાલા રે, કે વ્હાલ વધારોને;
			પોતાની જાણી રે, કે સેજ પધારોને...૬
 

મૂળ પદ

મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરવલ્લભદાસ સ્વામી

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
નારદ મેરે સંતસે અધિક ન કોઈ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ સાચે હિતકારી
Studio
Audio
0
0