સમજી વિચારી રે ચાલી, મોહન વરવા આંટી ઝાલી .૪/૪

સમજી વિચારી રે ચાલી, મોહનવરવા આંટી ઝાલી.
માથું જાતાં રે નવ છૂટે, ફોડયો હીરો જેમ નવ ફૂટે.
મનડું બાંઘ્યું રે મારું, હવે હું જગ ભાગી નવ હારું.
કેદી નહીં મેલું રે કેડો, સ્હાયો મેં નંદકુંવરનો છેડો.
બ્રહ્માનંદ કેરો રે પ્યારો, ન કરું નટવર અધક્ષણ ન્યારો.

મૂળ પદ

અવસર આવ્‍યો છે સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી