હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને ૧/૪

હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને-હું૦ ૧
ખોટા સુખમાં રે ખોટા સુખમાં, નવ મન લલચાય, નિશ્ચય કરિયે નિરધારને-હું૦ ૨
સગાં સર્વે રે સગાં સર્વે, દેખીને દુભાય, ન ધરું હું તેના ભારને-હું૦ ૩
હરિ ભજતાં રે હરિ ભજતાં, તન ધન જો જાય, કે દી ન માનું હરિને-હું૦ ૪
બ્રહ્માનંદ કહે રે બ્રહ્માનંદ કહે, વરી જાદવરાય, સર્વ તજી સંસારને-હું૦ ૫
 

મૂળ પદ

હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી