તમ સાથે રે લાગી પ્રીતલડી, મેં તો મેલી છે જગ કેરી રીતલડી રે ૩/૩

તમ સાથે રે લાગી પ્રીતલડી, મેં તો મેલી છે જગ કેરી રીતલડી રે. તમ૦૧
મુને જગમાં સૌ કહે છે કાલી, તમને વરવાની રે આંટી ઝાલી રે. તમ૦ર
છોને દુરીજન દેખી દુભાતાં, હું તો મેલીશ નહિ માથું જાતાં રે. તમ૦૩
હું તો તમને દેખીને રીઝું, મુંને ઝેર થયું સર્વે બીજું રે. તમ૦૪
બ્રહ્માનંદના વહાલા શામળિયા, તમે માથા સાટે તે સોંઘા મળીયા રે. તમ૦પ

મૂળ પદ

મારે મંદિરે પધારો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી