સૈયર સહુ ચાલો રે ચાલો, હાંરે જોવા નટવર નંદજીનો લાલો ૧/૪

સૈયર સહુ ચાલો રે ચાલો, હાંરે જોવા નટવર નંદજીનો લાલો. સૈ૦૧
જમુના તીર નવલ જગજીવન, હાંરેવાયે મોરલી અજબ મતવાલો. સૈ૦ર
નૌતમ રૂપ ધર્યું નટનાગર, હાંરે જઇ મરમાળા સંગ મહાલો. સૈ૦૩
લાલ સુરંગી એની પાઘલડીમાં, હાંરે ગુંથી ફૂલડાંના તોરા ઘાલો. સૈ૦૪
ગોવાલ સંગે છેલ ગુમાની, હાંરે ખેલે બ્રહ્માનંદનો રે વહાલો. સૈ૦પ

મૂળ પદ

સૈયર સહુ ચાલો રે ચાલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી