વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે ૧/૪

વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે;
			મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે-૧
મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે-સ૦ તમ સારુ તજ્યાં ધન ધામ રે-સ૦ ૨
મારું મનડું લોભાણું તમ પાસ રે-સ૦ મને નથી બીજાની આશ રે-સ૦ ૩
મારે માથે ધણી છો તમે એક રે-સ૦ મારી અખંડ નિભાવજો ટેક રે-સ૦ ૪
મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે-સ૦ તમને જોઈ મોહી છું વ્રજરાજ રે-સ૦ ૫
હું તો હેતે વેચાણી તમ હાથ રે-સ૦ છો બ્રહ્માનંદના નાથ રે-સ૦ ૬
 

મૂળ પદ

વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૩

વાલા લાગો છો વિશ્વ આધાર રે(૦૦-૧૦)

કીર્તનનો અર્થ

ભાવાર્થઃ- આ પદમાં સ્વામી શ્રીહરિને સંબોધીને કહે છે કે, હે મારા લાડીલા લાલ, વિશ્વના આધાર ! હવે તો તમે જ મને વ્હાલામાં વ્હાલા લાગો છો. મેં તો સઘળા સંસારનો મળવત્ ત્યાગ કરી એક તમ સાથે જ સગપણ કર્યું છે. તમે જ કરુણા કરી મારા મનમાં વસી ગયા છો. એટલે તો મેં તમને રાજી કરવા અને તમારી અવિરત સેવા કરવા ધન અને ધામનો તરછટ ત્યાગ કર્યો છે. મારો મનરૂપી ભમરો તનમાં લોભાઈ રહ્યો છે. હવે મારા મનમાંથી બીજાની આશા સમૂળી નાશ પામી ગઈ છે. હે મારા સ્વેષ્ટદેવ ! મારી સાથે તમે એક જ ધણી છો. અર્થાત મેં તમને એકને જ ધણી ધારી તમ સાથે સગપણ કર્યું છે. “કોટિ જન્મ લગ રગડ હમારી, વરું સહજાનંદ કે રહું કુમારી.” આ મારી ટેકને તમે જ દયા કઈ અખંડ નિભાવજો. હે પ્રભુ! જો આપ જ રિદ્ધિ-સિદ્ધિને ગ્રહણ કરવાની આજ્ઞા કરશો તો મારી શી દશા થશે ? માટે કૃપા કરી મારા નેહને તમે જ નિભાવજો. મેં તો સદ્ગુરુ રામાનંદસ્વામી પાસેથી ગર્ભાવસ્થામાં જ આપનો મહિમા સાંભળી અને સમજી લીધો. અને પછી જ તમારા માટે મેં આ દેહ ધર્યો છે. “મેં ઢાઢી આપકો” એટલે કે હું આપનો જ યાચક છું. આપની કને વેચાઈ ગયો છું. સ્વામી કહે છે, “ હવે તો એક તમો જ મારા નાથ છો, આધાર છો અને જીવન-પ્રાણ છો હવે તો આપને ફાવે તેમ કરો. પરંતુ આપની સાથે કરેલા સગપણને ફોક કરી બીજા કોઈ સાથે સગપણ કદી પણ કરીશ નહીં. II૧ થી ૬ II

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- ઉપરોક્ત પ્રસ્તુત પદમાં બન્ને પક્ષેથી નિશ્ચયાત્મક સિદ્ધાંતોના શબ્દો દ્વારા થયેલા વાદ-વિવાદની વાત શ્રીજી મહારાજ પાસે પહોંચી. એટલે બ્રહ્મમુનિની પરીક્ષાર્થે શ્રીજી મહારાજે બ્રહ્મમુનિને કરુણા કટાક્ષે આજ્ઞા કરી કે બ્રહ્મમુનિ ! પૂર્વાશ્રમનાં સંબંધીઓ અને દેવકન્યારૂપી રિદ્ધિ-સિદ્ધિઓ માર્ગમાં રોકી રાખતી હોય તો તમો તે સૌની ઈચ્છાને ધ્યાનમાં લઈ તેઓને રાજી કરો. એમાં અમો પણ રાજી છીએ. સ્વામી શ્રીજી મહારાજનાં આ મીઠાં પણ મર્મવેધક વચનો સમજી ગયા એટલે તરત જ તેના પ્રત્યુતર રૂપે એક નવું ચોસર રચતા ગયા. અને ગાતા ગયા. પ્રસ્તુત પદ છે એ પ્રસંગની પ્રસાદી.

વિવેચન

રહસ્યઃ- આખું કીર્તન કવિની ભગવાન પ્રત્યેની અટલ શ્રદ્ધાનું પ્રતીક છે. કવિની ઊર્મિ એટલી બધી પ્રભળ છે કે તેની અભિવ્યક્તિ માટે અનુકૂળ એવી સચોટ પદાવલિ અહીં સિદ્ધ થયેલી જોઈ શકાય છે. “મેં તો તમ કાજે જ દેહ ધર્યો છે.” ‘તમારા સારું ધન–ધાન તજ્યાં છે.’ ‘મારા ધણી તમે એક જ છો’ આવા અનેક શબ્દોથી કવિની ઉત્તમ ઉત્કટતાનો અનુભવ થાય છે. ભાવની સચ્ચાઈ અને સધનતા પદને કેવું માર્મિક સુંદર રૂપ આપે છે. પદતાલ હીંચ છે. દરેક ચરણે મુખડાનું આવન પદનું માધુર્ય વધારે છે. પદ લોક ઢાળમાં છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
5
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
જીતુભાઇ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૩
Studio
Audio
0
0