બા’રી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી ૪/૪

બા’રી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી;
			મેં તો સમજી વિચારી કીધું ઠીક રે, વરી હું તો વનમાળી-૧
તુચ્છ જાણીને કીધું સર્વે ત્યાગ રે-વરી૦ મોહી રસિક સલુણાને રાગ રે-વરી૦ ૨
મને ચટકી લાગી છે ચિત્તમાંય રે-વરી૦ બીજું વહાલા વિના ન સોહાય રે-વરી૦ ૩
મને કાંઈ ન સૂઝે કામ રે-વરી૦ થયું હરિ વિના સર્વે હરામ રે-વરી૦ ૪
હવે નિ:શંક થઈ છું નચિંત રે-વરી૦ થઈ જગમાં અલૌકિક જીત રે-વરી૦ ૫
સમજી કીધું છે તન કુરબાન રે-વરી૦ બ્રહ્માનંદના વાલાથી બાંધ્યા પ્રાણ રે-વરી૦ ૬
 

મૂળ પદ

વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0