લટકાળા હો લાલ લટકે તારે મન મારું લીધેલું રે ૨/૪

લટકાળા હો લાલ લટકે તારે મન મારું લીધેલું રે. ટેક
મોહન વાઇ મોરલી તમે કાલિન્દીને તીર ;
સાંભળતાં સૂધ વિસરી હું તો ભરવું ભૂલી નીર. લટ૦૧
પ્રીતમ પેહેરો છો પ્રેમથી વળી શોભિતા શણગાર ;
જાદવ સામું જોઇને સર્વે વશ કીધી વ્રજનાર. લટ૦ર
હસી બોલાવી હેતમાં મારું કાળજ*નાખ્યું કોર ; +
બ્રહ્માનંદના વહાલમાં તમે જાદુગારા ચોર. લટ૦૩
*કાળજું, હૈયું + કોરી

મૂળ પદ

છોગાવાલા હો છેલ મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી