મોરલીવાલા હોમાવ મીઠીમીઠી વાઓ મુખ મોરલી રે ૩/૪

મોરલીવાલા હોમાવ મીઠીમીઠી વાઓ મુખ મોરલી રે. ટેક
મોહન તારી મોરલી છે કામણગારી કોય ;
તીખી નૌતમ તાનમાં મારું મનડું લીધું પ્રોય. મો૦૧
માયા લગાડી મુજથી હવે જીવન રહો મા દૂર ;
રસિયા તારા રાગમાં મારું ચિત્ત થયું ચકચૂર. મો૦ર
જંપ ન થાયે જીવમાં મુને કાંઇ ન સૂજે કામ ;
બ્રહ્માનંદ કહે વિઠ્ઠલા મુને શું કર્યું તેં શ્યામ. મો૦૩

મૂળ પદ

છોગાવાલા હો છેલ મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી