રંગભીના હો કાન વહાલપની કરીએજો વાતડી રે ૪/૪

રંગભીના હો કાન વહાલપની કરીએજો વાતડી રે. ટેક
કાનજી તારે કારણે મેં તો સેજ બિછાવી સાર ;
જીવનઉભી જોઉં છું હું તો વાટડી વારંવાર. રં૦૧
મળ્યા વિના અતિ રહે છે મારે અંતરમાંય ઉદાસ ;
શા માટે નથી આવતા તમે પ્રીતમ મારી પાસ. રં૦ર
તોડી સૌ સંસારથી મેં તો તમથી જોડી તાન ;
બ્રહ્માનંદ કહે દીજીએ વારી દર્શન કેરું દાન. રં૦૩

મૂળ પદ

છોગાવાલા હો છેલ મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી