તમ પર વારી રે વહાલા નૌતમ સુંદરવર નંદલાલા ૧/૪

તમ પર વારી રે વહાલા, નૌતમ સુંદરવર નંદલાલા. ત૦ટેક
મોરલી મધુરી રે વાતા, મારે ઘેર આવજો ગાતા ગાતા ;
નેણાં ઠરે છે જોઇને, મનડું રહ્યું છે તમ પર મોહીને. ત૦૧
રસિયા આવો રે રમતા, ગિરિધર ગોપીને મન ગમતા ;
તમ વિના તનડું રે દાઝે, તન-ધન કુટુંબ તજ્યું તમ કાજે. ત૦ર
સુંદર લટકે રે મન લીધાં, કામણ મોરલીમાં કાંઇ કીધાં ;
જોતાં વર તમ જેવો રે કોઇ ન જડે, મોહી છુ�� મુખડાંને મરકલડે. ત૦૩
મૂર્તિ તમારી રે માવા, જોરે રાખું નહીં દઉં જાવા ;
રુપ અનુપમ રે રસિયા, બ્રહ્માનંદતણે મન વસિયા. ત૦૪

મૂળ પદ

તમ પર વારી રે વહાલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી