મારે ઘેર આવજો રે વહેલા, ગિરિધર શું થઇ બેઠા ઘેલા ૨/૪

મારે ઘેર આવજો રે વહેલા, ગિરિધર શું થઇ બેઠા ઘેલા. મા૦ટેક
હાજર ઉભાં રે રહેશું, જે જોઇએ તે આણી આપી દેશું ;
છાના રાખું નહીં કરુ છાવા, * જે ભાવે તે લેજો ખાવા. મા૦૧
મારે ઘેર ગોરસડાંની ગોળી, ભાવે તે પીજો બીજું નાખજો ઢોળી ;
તેનું કાંઇ નવ કહેશું તમને, મનમાં આવે તેમ કહેજો અમને. મા૦ર
જેમ તેમ કરીને રે આવો, શું બેઠા છો બાંધી દાવો ;
કહો તો પગ ભર ઉભાં ગાઇએ, વળી તમે વેચો ત્યાં વેચાઇએ. મા૦૩
અમે તમારાં રે કહેવરાવ્યાં, પહેલાં પ્રીત કરીને બોલાવ્યાં ;
કાળપ મેલો રે કાળા, વારી જાઉં બ્રહ્માનંદના વહાલા. મા૦૪
* છતા જાણીતા

મૂળ પદ

તમ પર વારી રે વહાલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી