જુગતિ તમારી રે મેં જાણી, કીધી તમે કુબ્જાને પટરાણી ૩/૪

જુગતિ તમારી રે મેં જાણી, કીધી તમે કુબ્જાને પટરાણી,  જુ૦ટેક
સાચી વાત ગમે નહીં કોઇને, માટે બેઠાં મુખડું જોઇને ;  
કહોને કુબ્જાએ રે શું કીધું, બીજે લૂંટી તમારું શું લીધું.    જુ૦૧
લોક કરે છે હાંસી, તમને વશ કરી લીધા દાસી ;
જેમ તેમ કહે છે આવતાં જાતા, તે તો અમથી નથી ખમાતાં.      જુ૦ર
છળ બળ છેતરવાની વાતું, કોની પાસે શીખ્યા છો ઘાતું ;
મોહન ધરના + રે ધુતારા, મામા માસીને હાથે માર્યાં.     જુ૦૩
તમને લાજ મળે નહિ તેની, કોઇ આવી મુખડા ઉપર કહેની ;    
કોઇ વિધ તમમાં નવ મળે કાચું, બ્રહ્માનંદ કહે છે સાચું.  જુ૦૪

+ શરૂઆતના, પ્રથમથી જ 

 

મૂળ પદ

તમ પર વારી રે વહાલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી