મારે ઘેર આવજો રે કાના, શાને તમે રહો છો છાનામાના ૪/૪

મારે ઘેર આવજો રે કાના, શાને તમે રહો છો છાનામાના. મા૦ટેક.
દુરિજન લોકડિયાં શું કરશે, મતિયાં મનમાં બળી બળી મરશે ;
શંકા ધરો છો રે કેની, જોતાં જગત વિચારે છેની. મા૦૧
મંદિર પધારો રે માવા, સૌ જાણે તેમ થઇને ચહાવા ;
મોહન આવો છોગલાં મેલી, સહુકો સુખ પાવે સાહેલી. મા૦ર
મહેણું તમારું રે અમ માથે, સગપણ કીધું છે તમ સાથે ;
સંગડો તમારો રે શિર સાટે, મોહન આવો નહીં શા માટે. મા૦૩
તન ધન સર્વે રે મારું, જો તમે લિયો તો તમ પર વારું ;
મોરલી મધુરી રે વાજો, બ્રહ્માનંદને અધર રસ પાજો. મા૦૪

મૂળ પદ

તમ પર વારી રે વહાલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી