ઓરા આવો રે મારા લેહેરખડા વનમાળી ૧/૪

 

ઓરા આવો રે મારા લેહેરખડા વનમાળી
મોહન મૂર્તિ રે તારી લાગે છે રૂપાળી.
લાવણ્ય જોઇને રે લોભાણું મનડું મારું ;
પાઘલડીમાં રે હરિ છોગલિયું અતિ સારું.
વહાલી લાગે રે તારી નિત્ય નિત્ય નવલી વાતું ;
સુણતાં સુખડું રે નથી અંતરમાંહ્ય સમાતું.
બ્રહ્માનંદના રે છો નવલ સ્નેહી કાના ;
છૂપવી રાખું રે મારાં લોચનિયામાં છાના.

મૂળ પદ

ઓરા આવો રે મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી