મુજને લાગી રે નટનાગર તારી માયા ૨/૪

મુજને લાગી રે નટનાગર તારી માયા ;
કીધી જાણી રે હરિ તમ અર્થે મેં કાયા.
તમને જોઇને રે રંગભીના રંગડો ચડિયો ;
તોરો તારો રે મારા જીવલડામાં જડિયો.
મોહન આંખ્યું રે તારી દીસે છે મરમાળી ;
હરખ ભરી છે વારી દિન અધિક હેતાળી.
બ્રહ્માનંદના રે તમે પ્રાણ સ્નેહી પ્યારા ;
નાથ ન રાખું રે ઘડી લોચનિયાંથી બહારા.

મૂળ પદ

ઓરા આવો રે મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી