મોહન મોલીડું રે તારું મનડે મારે ભાવ્યું ૩/૪

મોહન મોલીડું રે તારું મનડે મારે ભાવ્યું ;
નવલ રંગીલું રે માંહે છોગલિયું લટકાવ્યું.
અંતર ખૂંતી રે અલબેલા તારી આંખ્યું ;
તન ધન મારું રે મેં તમ પર વારી નાંખ્યું.
તમથી વહાલું રે આ જગમાં નહીં કોઇ મારે ;
જંપ મુંને થાય છે રે તારી મૂર્તિ દેખું જ્યારે.
બ્રહ્માનંદના રે પિયા સુંદરવર રંગ છેલા ;
પ્રીત લગાડી રે મારા પ્રાણ હર્યા તમે પેહેલા.

મૂળ પદ

ઓરા આવો રે મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી