વહાલા લાગો રે વ્રજજીવન નવલ વિહારી ૪/૪

વહાલા લાગો રે વ્રજજીવન નવલ વિહારી ;
ચિત્તડે ચોંટી રે આવી ગજ ગતિ ચાલ તમારી.
રૂડી શોભે છે નયણોમાં રેખો રાતી ;
તેને જોતાં રે મારી આંખ તૃપ્ત નથી થાતી.
સુંદર શોભે રે તારે મોતીડાંની માળા ;
ચિત્તડું ચોરે રે તારી આંખડલીના ચાળા.
બ્રહ્માનંદના રે તમે લેહેરખડા ગિરિધારી ;
અંતર અટકી રે આવી નવલ કલંગી તારી.

મૂળ પદ

ઓરા આવો રે મારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી