જોને જોને રે રસિયાજીનું રૂપ, સાહેલી શ્યામ પધારિયા ૪/૪

જોને જોને રે રસિયાજીનું રૂપ, સાહેલી શ્યામ પધારિયા.
માથે નવલ રંગીલું મોળિયું, છોગલિયાં રે રાજે પરમ અનૂપ. સા૦ ૧
કાજુ કનક કડાં રે ઝુકી રહ્યાં, છૂટી શોભે રે મોતીડાંની સેર. સા૦ ર
વહાલા નંદન વનને ફૂલડે, લટકાળો રે થયા છે લટભેર. સા૦ ૩
વાજે ચંગ મૃદંગ સોહામણાં, વાજે વાજે રે નગારાંની કોર. સા૦ ૪
ભાવે ગાવે ગોકુળ કેરી ભામિની, ઘેરાં બોલે છે ત્રાંસા ઘનઘોર. સા૦ પ
બ્રહ્માનંદને રંગીલે વિઠ્ઠલે, કોડીલે રે પાળ્યો નિજ બોલ. સા૦૬
મારું ભુવન કીધું આજ ભૂધરે, વાલીડે રે વૈકુંઠની તોલ. સા૦ ૭

મૂળ પદ

ચાલો ચાલો રે, સૈયુરનો સાથ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી