હેલી આજ દિવસ રળિયામણો, હેલી આજ દિવસ રળિયામણો ૨/૪

હેલી આજ દિવસ રળિયામણો, હેલી આજ દિવસ રળિયામણો ;
આવ્યા આવ્યા રે વહાલો પ્રાણ આધાર, આજ દિવસ રળિયામણો.
વહેલાં જઇને વહાલાને વધાવિયે, વારણિયાં રે લઇએ વારમવાર. આ૦ ૧
મેં તો ભાવ સહિત હરિને ભાળિયા, મારે હૈડે રે બહેની હરખ ન માય. આ૦ ર
મેં તો તોરણ બાંધ્યાં ટોડલે, સર્વે માનુની રે મળી મંગળ ગાય. આ૦ ૩
મેં તો થાળ ભર્યો ગજ મોતીએ, વહાલાને રે વધાવવાને કાજ. આ૦ ૪
આવી ઉભા હેલી મારે આગળે, રૂપાળો રે રસિયો વ્રજરાજ. આ૦ પ
મારો જન્મ સુધાર્યો જાદવે, હૈડાની રે સર્વે પૂરી છે હામ. આ૦૬
બ્રહ્માનંદના વહાલાને ઉપરે, વારી નાખું રે મારું ધન ને ધામ. આ૦ ૭

મૂળ પદ

ચાલો જાઇએ વહાલાને વધાવવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0