સખી જોને શોભા ઘનશ્યામની, સખી જોને શોભા ઘનશ્યામની ૩/૪

સખી જોને શોભા ઘનશ્યામની, સખી જોને શોભા ઘનશ્યામની ;
પેચાળી રે માથે નૌતમ પાઘ, જોને શોભા ઘનશ્યામની.
જડી નવલ કલંગી મોતીએ, જે નિરખે રે તેનાં પૂરણ ભાગ્ય. જો૦ ૧
ભાલ તિલક કેસર નોખી ભાતનું રૂપાળી રે નલવટ કેરી રેખ. જો૦ ર
દેહ પામીને તે એને દેખશે, જેને હશે રે બેહેની પૂરવ લેખ. જો૦ ૩
વળી ભ્રકુટી અલૌકિક વાંકડી, નટવરનાં રે અણિયાળાં છે નેણ. જો૦ ૪
એની મુખની શોભા બહુ મોલની, વહાલાં લાગે રે રસિયાજીનાં વેણ. જો૦ પ
શોભે અધર પ્રવાળાં સરખાં, કુંડળિયાં રે નૌતમ બેઉ કાન. જો૦૬
બ્રહ્માનંદના વહાલાની મૂર્તિ, એનું ધારે રે મોટા મુનિવર ધ્યાન. જો૦ ૭

મૂળ પદ

ચાલો જાઇએ વહાલાને વધાવવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0