દ્વારા પુરીના ચોકમાં આવી ઉભા મોરાર ૧/૪

દ્વારા પુરીના ચોકમાં આવી ઉભા મોરાર ;
કુંડળ જડાઉ કાનમાં, હૈડે મનોહર હાર.
અધર પ્રવાલાં, સરખાં, *દાંત દાડમ કેરે માન ; **
વચન સુણીને સર્વે વિનતા, + ગરક થઇ ગુલતાન.
મોતીડે છાયું મોળિયું, છોગાં મેલ્યાં ચહુ પાસ ;
ગોખે ચઢી ગજગામિની, હેરી કરે ઉલ્લાસ.
રાજે રસીલો રાજવી, રંગભીનો જદુરાય ;
અજબ રંગીલી છબી ઉપરે, બ્રહ્માનંદ બલ જાય.
*સરખાં ** સમીપે + વનિતા, સ્ત્રી

મૂળ પદ

દ્વારા પુરીના ચોકમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી