દ્વારાપુરી રળિયામણી, રાજે શ્રી મહારાજ ૨/૪

દ્વારાપુરી રળિયામણી, રાજે શ્રી મહારાજ ;
ગોખે જડાવું જાળિયાં, સર્વે અલૌકિક સાજ.
ચોક પૂર્યા છે સર્વે મોતીએ, હીરે છાયાં છે સર્વે હાટ ;
પુષ્પ સુગંધી પારિજાતનાં, વેર્યાં છે વાટોવાટ.
મહોલે મહોલે ઉભી માનિની, ઘેરે મધુરે સ્વરે ગાય ;
કોડે કોડે છબી કૃષ્ણની, જોઇને ધરે છે હૈયામાંય.
અંગ આભૂષણ ઓપતાં, પહેર્યાં છે વસ્ત્ર અનુપ ;
વહાલો રસિયો બ્રહ્માનંદનો, રાજે મનોહર રૂપ.

મૂળ પદ

દ્વારા પુરીના ચોકમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી