જ્યારે લીલા કરી અસુર મોહિની રે, કુળ જાદવ સંહાર્યું પ્રભાસ ૩/૪

જ્યારે લીલા કરી અસુર મોહિની રે, કુળ જાદવ સંહાર્યું પ્રભાસ ;
સ્વામી વાત કહે છે સર્વે સાથને રે. ટેક
ત્યારે કૃષ્ણ ભુવન વિના દ્વારિકા રે, પુરી સમુદ્રે પમાડી નાશ. સ્વા૦
પેહેલું ફળ સંહાર્યું પોતાતણું રે, જન અદ્રશ્ય થવા જગદીશ. સ્વા૦
આવી મંદિર વિરાજ્યા આપણે રે, સદા અખિલ ભુવનનો ઇશ. સ્વા૦
માટે દ્વારામતીપુરી મુકિતપુરી રે, સર્વે તીર્થમાં અધિક કહેવાય. સ્વા૦
ત્યાં જાવું ગૃહી*ત્યાગી સર્વ ને રે, કરી વિધિ જથારથ નહાય. સ્વા૦
પુણ્ય ક્ષેત્રે ગૃહીને ધન ખરચવું રે, કરવી સંતપુરુષની સેવ. સ્વા૦
એમ સર્વે પોતાના ભકતને રે, રૂડી શિક્ષા કરી ગુરુદેવ. સ્વા૦
પછી કૌશલવાસી પ્રત્યે બોલિયા રે, જાણી સબંધી પોતાના કરી હેત. સ્વા૦
મોટા ભાઇ તે રામપ્રતાપનો રે, સુત નંદરામ નામ સંકેત. સ્વા૦
છોટાભાઇ તે ઇચ્છારામનો રે, સુત પરમ પવિત્ર ગોપાલ. સ્વા૦
વળી પુત્ર પુનિત મામાતણો રે, વિપ્ર મંછારામ દયાળ. સ્વા૦
તેને સુહૃદ જાણીને કહ્યું સ્વામીએરે, જાવું દ્વારામતી તે જરૂર. સ્વા૦
એ રીતિ ઉદ્ધવ સંપ્રદાયની રે, કરો કૃષ્ણદર્શન થઇ શૂર. સ્વા૦
સંતબ્રાહ્મણ જમાડો નહાઓ ગોમતીરે, કરો પુણ્ય શ્રદ્ધાપ્રમાણ. સ્વા૦
બ્રહ્માનંદ કહે ગુરુની વાણી સુણીરે, કર્યું દ્વારામતીનું પરિયાણ. સ્વા૦
*ગૃહસ્થાશ્રમી

મૂળ પદ

રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી