વાકય સ્વામીએ કહ્યાંતે ધર્યા મસ્તકે રે..૪/૪

વાકય સ્વામીએ કહ્યા તે ધર્યા મસ્તકે રે, બોલ્યા સર્વે સંબંધી જોડી હાથ ;

જાવું દ્વારામતી ને ન્હાવું ગોમતી રે, ટેક૦

સ્વામી શ્રદ્ધા સહિત અમે જાઇશું રે, કોક જોયે માર્ગ ભેદુ સાથ. જા૦

ત્યારે સ્વામી સભા સામું હેરિયું રે, દીઠા સચ્ચિદાનંદ મુનિ ધીર. જા૦

જોગી નિર્ભય સમાધિ જડભરત જ્યું રે, ત્યારે જાવા કર્યા તતવીર. જા૦

સ્વામી કહ્યું અયોધ્યાવાસી સંગ લઇ રે, જાઓ દ્વારામતી મુનિરાય. જા૦

સર્વે સંત મંડળ પણ આવશે રે, જ્યારે વીતી શિયાળો જાય. જા૦

પાછા તીરથ કરાવી દ્વિજ મેલવા રે, આ વરસ માંહી નિજ દેશ. જા૦

માટે દ્વારિકાં જાવાને તમે જોગ્ય છો રે, મહાં બુદ્ધિવંત મુનેશ. જા૦

જો ઇચ્છા હશે વાસુદેવની રે, તો હું પણ આવીશ સાધુ સંગ. જા૦

એમ કહેતાં મુનિવર બોલિયા રે, હાથ જોડીને સહિત ઉમંગ. જા૦

જાઇશ આજ્ઞા તમારી હું શિર ધરી રે, રૂડી જાત્રા કરાવું સુખરૂપ. જા૦

તાજાં ટીંમણ કરાવી તૈયારી કરો રે, જુવો મુહૂર્ત* અતીશે અનૂપ. જા૦

સ્વામી વિપ્ર તેડાવ્યા મયારામને રે, દેખો જાત્રા મુહૂર્ત શુભ વાર. જા૦

પાઘમાંથી કાઢયું કાજુ ટીપણું રે, ગ્રહ ચંદ્રતણું બળ સાર. જા૦

શુદ નૌમીનું મુહૂરત આવીયું રે, સ્વામી આજ્ઞા કરી તતખેવ. જા૦

બ્રહ્માનંદ કહે ચરણે લાગી ચાલિયા રે, સ્મરતા દ્વારામતી દેવ. જા૦

*૧લી આવૃત્તિમાં આ પાઠ છે, પણ કીર્તનસંગ્રહ પ્રમાણે આ આઠ બદલ્યો છે.

મૂળ પદ

રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી