સમાધિ નિષ્ઠ મુનિશ્વર રે, ન જાણે દેહને રે ૨/૪

સમાધિ નિષ્ઠ મુનિશ્વર રે, ન જાણે દેહને રે ;
અવસ્થા ત્રણથી બાહરી રે, સ્થિતિ થઇ જેહને રે.
નાહીને કૌશલવાસી રે, મુનિને પાસે આવિયા રે ;
ન જાગે જોગ નિદ્રાથી રે, બહુ બોલાવિયા રે.
કહે ગોપાળ વિચારી રે, ભાઇ નંદરામને રે ;
કેમ કરી ભેળા લેશું રે, મુનિ નિષ્કામને રે.
પાંચ-દશ દિવસમાં જોગી રે, ગમે ત્યારે જાગશે રે ;
આપણે તીરથવાસી રે, દિન બહુ લાગશે રે.
બ્રહ્માનંદ સાધુની ચિંતા રે, નહીં કોઇ વાતમાં રે ;
તીર્થ કરી આવશું પાછા રે, આઠ-નવ રાતમાં રે.

મૂળ પદ

જદુપતિ જોવાને કાજે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી