કોઇક ત્યાં આવ્યો એક ખાખી રે, આંખ્યું અતિ લાલ કરી રાખી રે ૩/૪

કોઇક ત્યાં આવ્યો એક ખાખી રે, આંખ્યું અતિ લાલ કરી રાખી રે.
ચીપીઓ લોહતણો હાથે રે, જટા મોટી વીટી માથે રે.    
ચડાવી ખાખ સર્વે અંગે રે, કે રાતો ભાંગતણે રંગે રે.    
આવીને કહે દ્યો મુને છાંપુ રે, ત્યાગી હું પૈસો નવ આપું રે.       
છાપું ને દેનારે જાણી રે, ઝાલીને ખુબ જટા તાણી રે.    
બ્રહ્માનંદ કહે ચુંથી ડાઢી રે, માથાથી મોહોર પાંચ કાઢી રે.        ૬ 

મૂળ પદ

મુનિ કહે વાત હિયે લાવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી