ચાર ઉપોષણ સામટાં, થયાં પણ ક્ષોભ ન થાય ૩/૪

ચાર ઉપોષણ સામટાં, થયાં પણ ક્ષોભ ન થાય ;કર જોડી શ્રીકૃષ્ણનું, સ્તવન કરે મુનિ રાય.       
જય શ્રીકૃષ્ણ જદુપતિ, રુકિમણી પતિ રાજન ;વિધિ ભવ સુરપતિ અહોનિશ, સ્તવન કરે સુરવૃન્દ       
કીર્તિ ભકિત સત્ય ધર્મના, આશ્રય પરમ ઉદાર ;દ્વારામતી પતિ દીન પર, કરો મેહેર કીરતાર.    
અસુર થકી ઉગારિયા, જન સમૂહ તત્કાળ ;મેહેર કરીને મુજને, દર્શન દ્યોને દયાળ.  
દ્રુપદ-સુતાના પૂરિયાં, ચીર તમે સુખ ધામ ;બ્રહ્માનંદ કહે આવિયા, ગરુડ તજી ઘનશ્યામ.      પ 

મૂળ પદ

દોડીને ગયા મુનિ દર્શને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી