પાંચાલીનો ચોટલો, દુષ્ટે ગ્રહ્યો કરી દ્વેષ ૪/૪

પાંચાલીનો ચોટલો, દુષ્ટે ગ્રહ્યો કરી દ્વેષ ;
તે માટે કીધી તમે, કુરુકુલ ત્રિયા વિન કેશ.
દુર્વાસાના દંડથી, પાંડવ રાખ્યા પંચ ;
તૃપ્ત કર્યું બ્રહ્માંડને, શાક પાન જમી રંચ.
પારિજાતક તમે આણિયું, સત્ઉભામાને કાજ ;
ભૌમાસુરને મારિયો, ગર્વ હર્યો સુરરાજ.
ઉદ્વવ મતને હું અનુસર્યો, કરી કરી જતન કરોડ ;
દર્શન કેમ દેતા નથી, છોગાળા રણછોડ.
આરત જાણી ભકતની, હરિ આવ્યા તતખેવ,
વહાલે બ્રહ્માનંદને, દર્શન દીધું દેવ.

મૂળ પદ

દોડીને ગયા મુનિ દર્શને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી