માઘ વદી એકાદશી વિજ્યા, તે નિશિ મુનિ ઉપર હરિ રીઝિયા ૧/૪

માઘ વદી એકાદશી વિજ્યા, તે નિશિ મુનિ ઉપર હરિ રીઝિયા.
દીધું અંતર દર્શન નાથે, લક્ષ્મી સત્ઉભામા હરિ સાથે.
કોટિક સૂરજને અજવાળે, સાત્યકી ઉદ્ધવ ચમ્મર ઢાળે.
અર્જુન છત્ર કનક શિર ધરિયું, નૌતમ રૂપ મુનિ મન હરિયું.
નીલ કલેવર નીરદ જેવું, અંતર ધ્યાન કર્યું હરિ એવું.
બ્રહ્માનંદ કહે મુનિ અકળાણાં, બાહેર તેમના તેમ દેખાણા.

મૂળ પદ

માઘ વદી એકાદશી વિજ્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી