મુનિ કહે જય જય મંગલ મૂર્તિ, જાદવ તિલક ન મેલું ઉરથી ૩/૪

મુનિ કહે જય જય મંગલ મુરતિ, જાદવ તિલક ન મેલું ઉરથી.
તમે છો કરુણા કેરા દરિયા, દર્શન દઇ દુઃખ સંકટ હરિયા.
હવે હું માગું છું બહુનામી, સુણીએ ચિત્ત દઇ અંતરજામી.
અમારે ગુરુ એક આજ્ઞા કીધી, ત્યાગી ગૃહી મસ્તક ધરી લીધી.
દ્વારામતી જાત્રા કરી લેવી, હમણાં આજ્ઞા અમને એવી.
બ્રહ્માનંદ કહે ગૃહી ધન ધરશે, ત્યાગી કેમ કરી તીરથ કરશે.

મૂળ પદ

માઘ વદી એકાદશી વિજ્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી