સચ્ચિદાનંદના વચન સુણીને, પ્રસન્ન થયા મોરારી રે ૧/૪

સચ્ચિદાનંદના વચન સુણીને, પ્રસન્ન થયા મોરારી રે ;
મુનિવર સત્ય કરી તું માને, પૂરીશ ઇચ્છા તારી રે.
લોભિયા નિર્દય લોકને લૂંટે, તીરથના રહેનારા રે ;
તે હું મુનિવર સર્વે જાણું, ભકત પીડાય છે મારા રે.
તે માટે વરતાલમાં આવીશ, કાપીશ સર્વે કલેશ રે.
લક્ષ્મીનારાયણ મૂર્તિ મારી, તેમાં કરીશ પ્રવેશ રે.
ત્યાં જ થાશે હવે ગોમતી નહાવું, ત્યાં જ દેવાશે છાપું રે.
ત્યાગી ગૃહી જ્યારે આવે ત્યારે, અહોનિશ દર્શન આપું રે.
ઉદ્ધવ પ્રિય મુને તેના તમે છો, તેમાં હવે શું કહેવું રે ;
બ્રહ્માનંદ કહે શ્રીમુખ બોલ્યા, અખંડ વરતાલે રહેવું રે.

મૂળ પદ

સચ્‍ચિદાનંદના વચન સુણીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી