ઉત્સવ ઉપરે રે, શ્રીસદ્‌ગુરુ કીધી તયારી ૧/૪

 

ઉત્સવ ઉપરે રે, શ્રીસદ્‌ગુરુ કીધી તયારી ;
ઓપે રૂડી રે, કાંઇ ઘોડલાંની અસ્વારી.
વાઘ* ગ્રહી છે રે, વાજીની** ડાબે હાથે ;
સાચા હરિજન રે, બહુ ક્ષત્રી બંકા સાથે.
સાજ બનાવ્યો રે, સુંદર નૌતમ સોનેરી ;
ભાલાં ઝળકે રે, ઉડે ડમરી રજ કેરી.
અંબર અંગેરે, અતિ શ્વેત મનોહર ધરિયાં ;
કેસર કંકું રે, લઇ તિલક અનુપમ કરિયાં.
મજલે મજલે રે, થાય ગામ બહાર ઉતારા ;
પૂજે પ્રીતે રે, પોતાના સેવક પ્યારા.
શુકલ એકાદશી રે, સ્વામી વરતાલ પધાર્યા ;
બ્રહ્માનંદ કહે રે, અતિ ફૂલડે ચોક સમાર્યા.
*લગામ ** ઘોડાની

મૂળ પદ

ઉત્‍સવ ઉપરે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી