હરિજન ચાલ્યા રે, ઘેર સહુને સહિત સમાજે ૪/૪

હરિજન ચાલ્યા રે, ઘેર સહુને સહિત સમાજે ;
છેલ છબીલો રે, રણછોડ વરતાલે બીરાજે.
ફાગણ શુદીની રે, ધાત્રી એકાદશી કહાવી ;
તેને દહાડે રે, વરતાલ વસ્યા હરિ આવી.
વધિયો જગમાં રે, વરતાલનો મહિમા વાધુ ;
છાપુ લાવ્યા રે, સચ્ચિદાનંદ મુનિવર સાધુ.
સાચી કહી છે રે આ વાત નજરની દીઠી ;
મહા પુણ્યવંતા રે, પ્રાણીને લાગે મીઠી.
એને ગાશે રે, પ્રીતે ચિત્ત દઇ સાંભળશે ;
ભવ-દુઃખ જાશે રે, અતિ મનગમતું સુખ મળશે.
બીજી ઇચ્છા રે, કાંઇ મનમાં ન મળી ઝાઝી ;
બ્રહ્માનંદનો રે, વહાલોજી રહેજો રાજી.

મૂળ પદ

ઉત્‍સવ ઉપરે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી