શ્રીજી તમે રાજી થયા અત્યત, આપ્યા મને મહા રે મોટા સંત, ૧/૧

શ્રીજી તમે રાજી થયા અત્યંત,
આપ્યા મને મહા રે મોટા સંત,
હવે કાંઇ જોતું નથી...ટેક
મળ્યા તમે સંતરૂપે ભગવંત,
આણ્યો મારી ચોરાસીનો અંત.       હવે૦ ૧
આજ તમે અઢળ ઢળ્યા મહારાજ,
કર્યા મારા સર્વે તમે કાજ              હવે૦ ૨
હતો હું તો નાનો એવો જંત,
આપી સંત કરિયો સાચો સંત        હવે૦ ૩
શ્રીજી મળ્યા મળીયા સાચા સંત,
હવે હું તો થઇ ગયો રાજી અત્યંત  હવે૦ ૪
જ્ઞાનજીવન પામિયો સુખ અનંત,
મળ્યા મને સંતો મૂર્તિમંત           હવે૦ ૫

મૂળ પદ

શ્રીજી તમે રાજી થયા અત્યંત,

મળતા રાગ

નથી મારે થાવું તમારા દાસ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી