તારાં છોગળિયાંની છબી પ્યારી રે, પ્યારા પ્રાણ સનેહી ૪/૪

તારાં છોગળિયાંની છબી પ્યારી રે, પ્યારા પ્રાણ સનેહી ;
લીધી લોચનિયામાં ધારી રે, પ્યારા પ્રાણ સનેહી.
ફૂલડાનો તોરો જોઇને રે, પ્યા૦ ચિત્તડામાં રાખ્યો પ્રોઇને રે. પ્યા૦ ૧
જ્યારે ભ્રુકુટી તારી ભાળું રે, પ્યા૦ થાય અંતરમાં અજવાળું રે. પ્યા૦ ર
રૂડી નયણે ટસરું રાતી રે, પ્યા૦ જોઇ હરખભરી મારી છાતી રે. પ્યા૦ ૩
બ્રહ્માનંદના વાલમ રસિયા રે, પ્યા૦ વરતાલે આવી વસિયા રે. પ્યા૦ ૪

મૂળ પદ

તમે સુંદર વર છોગાળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી