મથુરાથી મોહન પાસેથી, ઉદ્વવજી ભલે આવ્યા રે ૧/૪

મથુરાથી મોહન પાસેથી, ઉદ્વવજી ભલે આવ્યા રે ;
અમ ઉપર અતિ મેહેર કરીને, કૃષ્ણ સંદેશો લાવ્યા રે.
કૃષ્ણે કહ્યું તમે બ્રહ્મ વિચારો, જોગની જુકિત જાણો રે.
સચરાચર વ્યાપક હું સઘળે, તે અંતરમાં આણો રે.
એકાંતે બેસી આસન સાધવા, પ્રાણાયામ ન થાવે રે ;
રેચક પૂરક કુંભકરીતિ, એ અમને નવ આવે રે.
તમેં તો હરિના હુકમ હજુરી, મન રાખો વિચાર રે ;
એકે મન કહી જોગ અધ્યાસો, બીજે કરો વ્યવહાર.
ગોકુળવાસીને મન એક જ, તે હરિ લઇ ગયા સાથે રે ;
બ્રહ્માનંદ કહે મન સોતાં, વેચાણાં એને હાથે રે.

મૂળ પદ

મથુરાથી મોહન પાસેથી

મળતા રાગ

તેરે દ્વારપે આઉંગી.. (એ રાગ)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી