વ્યાપક બ્રહ્મને કોઇક વિચારે, જે તમ જેવા જોગી રે ૨/૪

વ્યાપક બ્રહ્મને કોઇક વિચારે, જે તમ જેવા જોગી રે ;
અમેં તો ભોગીલાં આહિરડાં, ભૂધરજીનાં ભોગી રે.
નામ ને રૂપ મળે નહીં જેને, નહીં જેને આકાર રે ;
એવા તેહિ પ્રભુ તમારે, અમારે નંદકુમાર રે.
મનમોહન લટકાળાં ને મેલીને, બીજે મન નવ જાવે રે ;
અમૃતનાં પીનારાને ઉદ્ધવ, ખાટી છાશ કેમ ભાવે રે.
અલબેલા નટવર વિના અમને, અંતરે સુખ નવ થાય રે ;
સો લાંઘણ પડે આવીને સામટી, કેસરી ઘાસ ન ખાય રે.
અમે વેપાર ન કરીએ ઉદ્ધવજી, આગલા ભવની ઉધારે રે ;
બ્રહ્માનંદ કહે હરિ જોએ, પ્રગટ પ્રમાણ અમારે રે.

મૂળ પદ

મથુરાથી મોહન પાસેથી

મળતા રાગ

તેરે દ્વારપે આઉંગી.. (એ રાગ)

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી